જામનગર માં ધરારનગર વિસ્તારમાં રહેતા એક નરાધન પુત્ર એ પોતાની માતા અને બહેન પર હુમલો કરી દેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે પુત્ર સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગતો એવી છે જામનગરમાં ધરાર નગર -૨ માં મહેબુબશા પીરની દરગાહ પાસે રહેતી રજિયાબેન નૂરમામદભાઈ લોરું નામની ૨૪ વર્ષની યુવતીએ પોતાના ઉપર તેમજ પોતાની માતા નૂરીબેન પર હુમલો કરવા અંગે પોતાના જ ભાઈ અકબર સલીમભાઈ કુરેશી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી પોતાની સાથે ઝઘડો કરી રહ્યો હતો. જેથી માતા નૂરીબેન તેને સમજાવવા જતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને માતા પર લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો.
દરમિયાન તેની બહેન રજીયાબેન પણ વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હોવાથી મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પુત્રએ માતા અને બહેન પર હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.