બોર્ડ ઓફ ડાયરેક્ટર, ગ્રાહકો, કર્મચારીઓનો સ્નેહમિલનમાં 50 વર્ષની સફરના ‘લેખા જોખા’
જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરે તા.31/03/2022ના પૂરા થતાં વર્ષના અંતે રૂ.5.60 લાખ નફો કરેલ છે. જેની ખુશાલીના ભાગરૂપે બેંકના વાઇસ ચેરમેન કેતનભાઇ એન.માટલીયાના અધ્યક્ષસ્થાને વીપુલ ગ્રીનમાં સંગીત સંધ્યા અને સ્વરૂચિ ભોજન સમારંભનું આયોજન તા.29/05/2022ને રવિવારના બેંક મેનેજમેન્ટ દ્વારા બોર્ડના ડાયરેક્ટર અને કર્મચારી પરિવાર સાથે યોજાયેલ. જેમાં જો.મેનેજીંગ ડાયરેક્ટર મહેશકુમાર બોર્ડના ડાયરેક્ટર ઇન્દુલાલ સી.વોરા ડાયરેક્ટર, જીતેન્દ્રકુમાર શાહ, જયંતીલાલ એસ.ચંદરીયા, કુશકુમાર એમ.ઉદાણી, જીતેન્દ્ર એચ.લાલ, વિજયભાઇ કે.સંઘવી, શ્રીમતી અસ્મીતાબેન શાહ, અશ્ર્વીનભાઇ બરછા, જમનાદાસ સીયાણી તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ભાવિનભાઇ કામદાર ઉપસ્થિત રહેલ હતાં.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ ડાયરેક્ટર વિજયભાઇ કે. સંઘવીએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત બાદમાં બેંકની રૂપરેખા સીનીયર ડાયરેક્ટર ઇન્દુલાલ સી.વોરાએ બેંકના ભૂતપૂર્વ ડાયરેક્ટરઓની સેવાઓને પણ યાદ કરેલ. જેમાં અવસાન પામેલ ડાયરેક્ટર તથા કોરોનાના કારણે મૃત્યુ પામેલ સભાસદોને યાદ કરી બે મીનીટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.
બાદ બેંકના ઇન્ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર મહેશકુમાર બી.રામાણીએ પ્રાસંગીક પ્રવચનમાં આપતાં બેંકની વિવિધ કામગીરી અને સેવાઓને યાદ કરી ઉપસ્થિત સર્વે બેંકના ડાયરેક્ટરઓ, બેંકના માનવંતા ગ્રાહકો કે જેઓ બેંકનું મોટું ધિરાણ ધરાવે છે અને બેંકની પેનલના એડવોકેટઓ, આમંત્રિતોને બેંકના આ પ્રસંગ પર ઉપસ્થિત રહી બેંકના કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. સાથોસાથ જણાવેલ કે બેંકને ગત સાલ 50 વર્ષ પુર્ણ થયેલ છે અને 51માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બેંકે આ વર્ષે રેકર્ડ બ્રેક નફો કરેલ છે તેનો યશ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, સર્વે સ્ટાફ કર્મચારીઓ અને ગ્રાહકો અને સભાસદોને આભારી છે તેવી લાગણી વ્યક્ત કરેલ.
આ કાર્યક્રમમાં સ્ટાફ તરફથી પ્રતિભાવ આપતા માધવીબેન આશાએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ, અંતમાં બેંકના જનરલ મેનેજર સુરેશ ડી.રાયઠઠ્ઠાએ આ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવા બદલ સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન પરીમલ સી.વસંત, જીતેન્દ્ર એલ. ખજુરીયા અને નીધીબેન એચ.મહેતાએ કરેલ.