નાયબ કલેકટરના હુકમ સામે થયેલી અપીલ કલેકટરે ફગાવી દેતા ચકચાર: સરકારની મંજૂરી વગર જમીન વેચાઇ હોવાથી ખાલસા કરવા આદેશ
શહેરના બેડી ગામે રોઝી બંદર જવાના રસ્તે આવેલી જમીન રાજાશાહી વખતમાં સાર્વજનિક હિન્દુ સેનેટોરીયમ નોંધવા માટે અપાઇ હતી. જે જમીનની કૌટુબિક વહેંચણી થઇ હતી. આ જમીન સરકારની મંજૂરી વગર રજીસ્ટર્ડ દસ્તાવેજથી રજનીકાંત શાહને વેચી હોવાથી રજનીકાંતે આ જમીનમાં બાંધકામ શરૂ કર્યુ હતું. જેમો ગેરકાયદે કબ્જો માની જમીનમાંથી હકાલપટ્ટી કરવા હુકમ કરાયો હતો. જે બાબતે વાદીએ વિવાદ અરજી મનાઇ હુકમ મળવાની અરજી નામંજૂર કરવા અંગે અરજી કરી હતી જેને કલેકટરે ફગાવી દીધી છે.
શહેરના બેડી ગામના રોઝી બંદર જવાના રસ્તાની વચ્ચેની રે.સ.નં.15 વાળી જમીન ચો.ફૂટ 22682-6 રાજાશાહીના વખતમાં તા.25-4-1943ના છાપાલેખથી છગનલાલ વાલજીને સાર્વજનિક હિન્દુ સેનેટોરીયમ બાંધવાના હેતુ માટે શરતોને આધિન આપવામાં આવેલ આ જમીનની કૌટુંબિક વહેંચણીમાં હાલના ચંદ્રકાબેન ચંદારાણાને જમીન ચો.મી.483-00 હિસ્સામાં મળેલ હતી.
પ્રતિવાદી ચંદ્રીકાબેન ચંદારાણાએ આ જમીન સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય તા.26-4-2001ના રજીસ્ટર્ડ દસ્તાવેજથી આ કામના વાદી રજનીકાંત શાહને વેચાણ આપતા અને વાદી રજનીકાંત શાહએ આ જમીનમાં વ્યાપારીક હેતુ માટેનું બાંધકામ શરૂ કરતા તેમની સામે તત્કાલિન નાયબ કલેકટરે શરતભંગનો કેસ ચલાવી ત્યારબાદ શરતભંગ ન થતા હોવાથી નોટીસ પરત ખેંચવા હુકમ કરવામાં આવેલ હતો. હુકમ કોર્ટના રીવીઝનમાં લઇ તા.20-2-2004ના હુકમથી શરતભંગ સાબિત માની ચંદ્રીકાબેન ચંદારાણાના હિસ્સાની જમીન સરકાર ખાલસા કરેલ હતી.
જેની સામે હાલના વાદી અને ચંદ્રીકાબેન ચંદારાણા દ્વારા અગ્ર સચિવ મહેસૂલ વિભાગ (વિવાદ), અમદાવાદ સમક્ષ ફેરતપાસ અરજી દાખલ કરતા અગ્ર સચિવ મહેસૂલ વિભાગ (વિવાદ), અમદાવાદના હુકથી નાયબ કલેકટરનો હુકમ રદ કરી છાપાલેખ બાબતે જિલ્લા રેકર્ડમાં જરૂરી નવેસરથી નિર્ણય લેવા કેસ નાયબ કલેકટર જામનગરને રીમાન્ડ કરવામાં આવ્યું હતું. મદદનીશ કલેકટર જામનગરએ આ કામના પ્રતિવાદી ચંદ્રીકાબેન ચંદારાણા અને વાદીને નોટીસ આપવામાં આવેલ.
આ કામના પ્રતિવાદી મહેશગીરી ગૌસ્વામી અને દિલીપભાારથી ગૌસ્વામી કોર્ટમાં ચાલેલ કેસના કામે પક્ષકાર તરીકે જોડાવા માટે તા.11-6-2003ની અરજી અત્રેના તા.8-9-2003ના હુકમથી નામંજૂર કરવામાં આવેલ. આ કામના સામાવાળા મહેશગીરી ગૌસ્વામી અને દિલીપભારથી ગૌસ્વામી દ્વારા નાયબ કલેકટર જામનગર સમક્ષ આ જમીનમાંથી કૌટુંબિક સમજુતીના લખાણ આધારે 4 વ્યકિતઓની વચ્ચે ઘરમેળે સમજુતીથી ભાગ પડેલા છે.
આથી ભાયુભાગે આવેલ જમીનના ધારણકર્તા ચાર વ્યકિતઓ અને ઉતરોત્તર ધારણ કરનારને પક્ષકાર તરીકે જોડવામાં આવે એવી માંગણી નાયબ કલેકટર જામનગરએ તા.15-2-2006ના હુકમથી નામંજૂર કરતા તેની સામેની અપીલ કોર્ટમાં દાખલ કરેલ જેથી અપીલ અરજી નામંજૂર કરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાનમાં વિવાદી અને વકીલે લેખિત તથા મૌખિક દલીલો રજૂ કરેલ છે.
તેઓ મુખ્યત્વે રજૂઆત કરતા જણાવે છે કે, વાદગ્રસ્ત જમીન નવાનગર સ્ટેટના મહારાજા તરફથી તા.25-4-1943ના છાપાલેખથી છગનલાલ વાલજીને કિંમત વસુલ કરી, અઘાટ હક્કથી ફાળવવામાં આવેલ છે. આ જમીનના છાપાલેખની પ્રમાણીત નકલ રજૂ કરેલ છે. જેમા આ જમીનનું વેચાણ થઇ શકશે તેવું સ્પષ્ટ લખવામાં આવેલ છે.
આ જમીનમાં બાંધકામ કરતા પહેલા મહાનગરપાલિકાની મંજૂરી મેળવવામાં આવેલ છે. તેમાં પ્રતિવાદીઓ તથા તેઓના વકીલે દલીલો રજૂ કરી કે અધિક સચિવ મહેસુલ વિભાગ (વિવાદ), અમદાવાદના હુકમથી પક્ષકાર તરીકે આ કેસમાં જોડવામાં આવેલ છે. ચંદ્રીકાબેન ચંદ્રકિશોર ચંદારાણા તથા રજનીકાંત કેશવજી શાહનો ગેરકાયદેસર અને બિન અધિકૃત કબજો સાબિત માની આ જમીનમાંથી હકાલપટી કરવાનાથી નારાજ થઇ, હાલના વાદીએ અપીલ અરજી દાખલ કરેલ છે.
પ્રાંત અધિકારી જામનગર (શહેર)એ તમામ પક્ષકારોને સાંભળી, દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની તક આપવામાં આવેલ છે. રજૂ થયેલ તમામ આધારો ધ્યાને લઇ, આધારોના તારણો સહિતનું કેસનું અવલોકન કરી, કેસનો યોગ્ય નિર્ણય કરવામાં આવેલ છે. સબબ વિગતો રજૂ થયેલ તમામ આધાર પુરાવાઓ તથા કામના કાગળો ધ્યાને લેતા, પ્રાંત અધિકારી જામનગર (શહેર)ના હુકમમાં હસ્તક્ષેપ કરવાનું ઉચિત જણાતું ન હોય જેથી કલેકટરે વિવાદીની અરજી તથા મનાઇ હુકમ મળવાની અરજી નામંજૂર કરેલ છે. જેમા હુકમથી નારાજ પક્ષકાર જમીન મહેસુલ કાયદા હેઠળ મહેસુલ વિભાગ અમદાવાદને ફેરતપાસ અરજી કરી શકે છે. તેમ હુકમમાં જણાવ્યું હતું.