સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. ટિકિટ ફાળવણી મુદ્દે ઉમેદવારોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. એક પછી એક ઉમેદવારો નારાજગી વ્યક્ત કરી પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર બેના પૂર્વ મહિલા નગરસેવિકા ચેતનાબેન પુરોહિત
દ્વારા આજે પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. પોતાને ટિકિટ ફાળવવામાં આવી ન હોવાથી અને બહારના ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોવાથી નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ માત્ર નહીં તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આમ આદમી પાર્ટી અબદુલભાઇ શમા, હનીફભાઈ શમા સહિતના ઉમેદવારોની આમ આદમી પાર્ટીની પેનલમાં જોડાણ કરીને ચૂંટણી જંગમાં ઝૂકાવી રહ્યા છે. જેને લઇને વોર્ડ નંબર બે ના સમીકરણો સતત બદલાતા રહ્યા છે.
અત્રેએ ઉલ્લેખનીય છે કે ભાજપના મહામંત્રી એવા મહિલા દાવેદારે પણ ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે, અને કોંગ્રેસ પાર્ટી માંથી ઉમેદવારી કરી રહ્યા છે. જેથી વોર્ડ નંબર બેમાં ખાસ કરીને મહિલા અનામત બેઠક માટે ભારે જંગ જામશે.