• સીટી બસ સેવામાં સીએનજી બસોનું આગમન
  • મનપાની માલીકીની દશ બસોને મેદાનમાં પાર્ક કરી દેવામાં આવી છે:નગર સેવક
  • ભંગારના ભાવે બસો વહેચાઈ તે પહેલા સત્તાધિશોએ યોગ્ય નિર્ણય કરવો : નગર સેવક
  • બસોનું યોગ્ય જગ્યાએ વેંચાણ કરવું જોઇએ તેવી માંગ ઉઠવા પામી

જામનગર: સીટી બસ સેવામાં સીએનજી બસોનું આગમન થયા બાદ ડીઝલથી ચાલતી જામનગર મહાનગરપાલિકાની માલીકીની દશ બસોને મેદાનમાં પાર્ક કરી દેવામાં આવી છે. અને ત્યારથી અંદાજે દોઢથી બે કરોડની કિંમતની આ બસો ધુળ ખાઈ રહી છે તેવા નગર સેવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.તેમજ નગર સેવકે જણાવ્યું હતું કે,ડિઝલની આ બસો સંપૂર્ણ ભંગાર બની જાય અને છેલ્લે ભંગારના ભાવે બસો વહેચવી પડે એ પહેલા જામ્યુકોના સત્તાધિશોએ યોગ્ય નિર્ણય કરવો જોઇએ

આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગર મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા આશરે રૂ. 2 કરોડની સીટી બસની ખરીદી કરી હતી, ત્યારબાદ સીએનજીની 15 બસો આવી જતાં હવે આ બસો સાઈડમાં મુકી દેવામાં આવી છે, મસમોટી કિંમતની આ બસો ભંગાર થઇ જાય તે પહેલા તેનું વેંચાણ કરી નાખવું જોઇએ. જામનગર મહાનગરપાલિકાની તીજોરીની આવક ખુબ જ ખરાબ છે ત્યારે હાલમાં 8 ડીઝલ બસ ભંગાર હાલતમાં પડી છે, એ બસોને તાત્કાલીક વેંચવામાં નહીં આવે તો તેમની સારી કિંમત પણ બજારમાં નહીં ઉપજે, જયારે કોર્પોરેશનની હાલત ખરાબ હોય ત્યારે તાત્કાલીક નિર્ણય લઇને બસોનું વેંચાણ કરવું જોઇએ એવું લોકોનું કહેવું છે.

થોડા  સમય પહેલા સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો કે, હવે ડીઝલને બદલે શહેરના મુખ્ય રૂટો ઉપર ચાલતી સીટી બસ સીએનજીની લેવી અને ત્યારબાદ એક પાર્ટી દ્વારા 15 બસો લેવામાં આવી હતી અને આ પાર્ટી અત્યારે બસોનું સંચાલન કરે છે. જામનગરની વસ્તી વધતી જાય છે. ત્યારે હજુ વધુ બસો રૂટ પર મુકવાની જરૂર છે જો કે બજેટમાં 50 ઇલેકટ્રીક બસ ખરીદવા માટેની દરખાસ્ત જનરલ બોર્ડની બજેટ બેઠકમાં મુકવામાં આવી છે, પરંતુ હજુ, સુધી આ અંગે કોઈ-કો કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે તાત્કાલીક અસરથી સાઇડમાં મુકી દેવાયેલી ડીઝલની બસોનું યોગ્ય જગ્યાએ વેંચાણ કરવું જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

ત્યારે જામનગર મહાનગર પાલિકામાં ચીફ મિનિસ્ટર અર્બન બસ ટ્રાન્સપોર્ટ હેઠળ હાલ 15 બસો કાર્યરત છે અને હજુ 10 જેટલી બસોની ઘટ્ટ છે. શહેરમાં હજુ પણ ઘણા ખરા વિસ્તારમાં સીટી બસ જતી નથી જેના કારણે લોકો પરેશાન છે. હાલ તો તંત્રની અણ આવડત અને યોગ્ય આયોજન ના કારણે પબ્લિક પરેશાન થઇ રહી છે.સહિતના આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.