તમામ વેપાર-ધંધા બંધ રાખવા વેપારીઓને વિવિધ એસોસિએશનની અપીલ
જામનગર જિલ્લામાં આજે 308 કેસ નોંધાયા છે તેમાં 189 કેસ શહેરી વિસ્તારમાં અને 119 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 173 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 55 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 78 હજાર 362 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 21 હજાર 348 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સની ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત જામનગર શહેર-જિલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ સતત અને સતત જેટ ગતિ એ વધી રહ્યું છે.તે સંજોગોને જોતાં સરકાર લોકડાઉન કરે કે ના કરે પણ જામનગરની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડી આ કોરોના ની તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.જેમાં જામનગર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા માટે આગામી શુક્રવાર શનિવાર અને રવિવારે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપિનન્દ્રસિંહ જાડેજા, ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ધી સિડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એક સોશિયલ પ્રમુખ જીતુ લાલ ,વેપારી મહામંડળ પ્રમુખ સુરેશ તન્ના અને અક્ષતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે આગામી 16 17 અને 18 એપ્રિલના શુક્રવાર શનિવાર અને રવિવાર જામનગર શહેરના તમામ વેપાર ધંધા સ્વેચ્છિક બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ઉદ્યોગો અને વેપારીઓ પોતાનો રોજગાર ધંધા બંધ રાખશે જેમાં ઉદ્યોગ નગરમાં 6500 જેટલા ઉદ્યોગકારો અને 65000 જેટલા વેપારીઓ પોતાનો રોજગાર ધંધા બંધ રાખશે અને સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાશે તેવું વેપારી અને ઉદ્યોગકારોના આગેવાનોએ જણાવ્યું હતું.