જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં ગઇકાલે બપોર બાદ 60 જેટલી નાની-મોટી એમ્બ્યુલન્સો કતારમાં ઉભી હતી. હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સની અંદર જ રાખીને સારવાર આપવામાં આવી હતી. જેમ-જેમ બેડ ખાલી થાય તેમ-તેમ ક્રમશ: એમ્બ્યુલન્સમાંથી દર્દીને નીચે ઉતારી સ્ટ્રેચર મારફત અંદર લઇ જવાતા હતા પરંતુ વારો ન આવે ત્યાં સુધી ઓક્સિજન તેમજ દવા સહિતની સારવાર ચાલુ રખાય છે. આવા દ્રશ્યો છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત જોવા મળી રહ્યા છે.
108 ઉપરાંત ખાનગી એમ્બ્યુલન્સો ઉપરાંત પ્રાઇવેટ કારમાં પણ દર્દીઓ દરરોજ બહારગામથી આવી રહ્યા છે. જેને લીધે કોવિડ હોસ્પિટલનું મેનેજમેન્ટ પણ ડિસ્ટર્બ થઇ રહ્યું છે. કેમ કે, તબીબી-નર્સીગ સ્ટાફને પણ હોસ્પિટલની બહાર સારવાર-દેખરેખ માટે રાઉન્ડ લેવો પડે છે. આ ઉપરાંત 108નો સ્ટાફ પણ જયાં સુધી તેની એમ્બ્યુલન્સ ખાલી ન થાય ત્યાં સુધી દર્દીની સંભાળ રાખે છે.
કલાકો સુધી ખાસ કરીને સરકારી 108 એમ્બ્યુલન્સ ખાલી થતી ન હોવાથી નાછુટકે અન્ય નવી વર્ધી (કોલ) એટેન્ડ થઇ શકતા ન હોવાની ઘટના પણ હવે બની રહી છે. રોગચાળો એટલી હદે વકર્યો છે કે સરકારનું ઇન્ફાસ્ટ્રકચર મેકસીમમ સ્ટેજે કામ કરતું હોવા છતા ઓછું પડી રહ્યું છે