• જામનગર જિલ્લામાં વેરી વરસાદને લીધે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો

Jamnagar : જીલ્લાના ગ્રામ્ય પંથકમાં સતત 2 દિવસથી વરસતો વરસાદ હવે ખેડૂતો માટે બરબાદીના વરસાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ત્યારે લાલપુર તાલુકાના ખોજા બેરાજા, વાવ બેરાજા, ચંદ્રગઢ, અને ચંગા સહિતના ખેડૂતોમા વરસાદના લીધે પાક નિષ્ફ્ળ થવા પામ્યા છે. તેમજ મગફળીનો પાક તૈયાર હતો. આવા સમયે જ વરસાદ ખાબકતા પાક પલળી ગયો છે. જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સ્થિતિમાં આભ ફાટ્યુ, થીગડું ક્યાં મારવું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આમ જ ખેડૂતો સરકાર પાસેથી  નુકશાનીનું યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં સતત 2 દિવસથી વરસતો વરસાદ હવે ખેડૂતો માટે બરબાદીના વરસાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ત્યારે લાલપુર તાલુકાના ખોજા બેરાજા, વાવ બેરાજા, ચંદ્રગઢ, અને ચંગા સહિતના ખેડૂતોમા વરસાદના લીધે પાક નિષ્ફ્ળ જવાની અણી ઉપર છે. આ દરમિયાન મગફળીનો પાક તૈયાર હતો આવા સમયે જ વરસાદ ખાબકતા પાક પલળી ગયો છે. જેથી ખેડૂતોને ક્યારેય ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થયું છે.

જામનગર જિલ્લાના ખોજા બેરાજા ગામે રહેતા રામદેવ કારાવદરા નામના ખેડૂતે 30 વિધા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. જેમાં 4 માસ સુધી મહેનત અને મોંઘી મજૂરી તેમજ ખાતરના ખર્ચ કરી મગફળીને ઉજેરી હતી. ત્યારે હવે પાક તૈયાર થઈ ચૂક્યો હોય અને વરસાદ પડતાં ખેડૂતો મૂંઝાયા છે. આ દરમિયાન પાથરા પલળી જતા ખેડૂતોને 1 થી 2 લાખ સુધીના નુકસાનથી ખેડૂતો પરેશાન થયા છે. ખેડૂતોને માથે ઓઢી રોવાનો વારો આવ્યો છે.

ચંદ્રગઢ ગામના ખેડૂત જગદીશ સોરઠીયાએ જણાવ્યું કે મગફળીના પાકને તો ભયંકર નુકસાન થયું જ છે, પરંતુ આ સાથે સાથે પશુઓનો ચારો પણ બગડી ગયો છે. 20 વીઘાની મગફળીનો સત્યાનાશ થયો છે  તેમજ અમુક મગફળીના પાથરા પાણીના વેહણમા તણાયા છે. તો કપાસમાં પણ ખૂબ નુકસાન થયું છે. મગફળીના પાકમાંથી કમાણી તો ઠીક પરંતુ મોંઘાદાંટ બિયારણો અને મજૂરી ખર્ચ તેમજ મહેનત કર્યા બાદ પણ એક રૂપિયો પણ હાથમાં ન આવતા ખેડૂતોને આભ ફાટ્યુ ત્યા થીગડું ક્યાં મારવું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આ લાલપુર અને દેવભૂમિ દ્વારકા પંથકના ખેડૂતો સરકાર પાસે રાહતનો ખોળો પાથરી સરકાર સહાય ચૂકવે તેવી માંગ ઉઠાવી રહ્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.