- મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૬ ના એસ.એસ.આઈ પર સફાઈ કામદારનો હુમલો
- માથામાં અને હાથમાં ગંભીર ઇજા
જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬ ના SSI પર આજે સવારે સફાઇના મુદ્દે તકરાર થઈ હતી . ત્યાર પછી એક સફાઈ કામદારે હુમલો કરી દેતાં માથા અને હાથમાં ઈજા થવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૬માં એસએસઆઇ તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ સોલંકી નામના જામ્નગાર મ્યુ.કોર્પોરેશનના કર્મચારી કે જે આજે સવારે પોતાના વોર્ડ નંબર ૧૬ માં ફરજ બજાવી રહ્યા હતા. જે દરમિયાન એક સફાઈ કામદારે સફાઈના પ્રશ્નો તેની સાથે હંગામો કર્યો હતો અને લાકડાના ધોકા સહિતના હથિયાર વડે કપાળના ભાગે તેમજ હાથમાં હુમલો કરી દેતાં માથું ફૂટ્યું એને લોહીની ધાર થઈ હતી.
ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જે દરમિયાન જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારી-કર્મચારી વગેરે જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા અને એસએસઆઈની પુછપૂરછ કરી હતી. આ બનાવની જાણ કરતા સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવ ના સ્થળે દોડી આવ્યો છે, અને ઇજાગ્રત એએસઆઇ નું નિવેદનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
સાગર સંઘાણી