જામનગર તા ૫, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, અને લોકો કોઈપણ પ્રકારના ડર રાખ્યા વિના વ્યાજખોરો ને ખુલ્લા પાડીને તેઓ સામે ફરિયાદ નોંધાવે તેના સંદર્ભમાં અલગ અલગ પોલીસ મથકમાં લોક દરબાર યોજવા માટે નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ આજે શુક્રવારે સાંજે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો.
જેમાં સ્થાનિક વિસ્તારના ૩૫ થી વધુ નાગરિકો આવ્યા હતા, અને સીટી એ. ડિવિઝનના પી.આઈ. નિકુંજ ચાવડા દ્વારા જામનગર ના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના કોઈ પણ નાગરિકો વ્યાજખોરો ની ચૂંગાલમાં ફસાયા હોય તો તેઓ ફરિયાદ નોંધાવે તેવી અપીલ કરી હતી.
સાથો સાથ ચાલૂ માસમાં લાગુ કરાયેલા નવા ત્રણ કાયદાઓ વિશે પણ નાગરિકોને સમજ આપવામાં આવી હતી.
જામનગર:સાગર સંઘાણી