જામનગર સમાચાર
જામનગર જિલ્લાના લીંબુડા ગામ છેલા 60 વર્ષ થી ગરબા મંડળ ચાલુ છે તેમજ દર વર્ષે આઠમના દિવસે ગરબા મંડળમાં રમતી નાની બાળા દ્વારા ખાસ ગરબા રાજુ કરે છે.
ચંડ અને મુંડ નામના બે રાક્ષસો નો વધ અને માતાજીના ડાકલા સાથે અનેક ગરબા રજૂ કર્યા હતા. લીંબુડા અંબિકા મંડળ દ્વારા દર વર્ષે આઠમના દિવસે આવી જ રીતે અવનવા ગરબા રજૂ કરવામાં આવે છે તેમ જ મહા આરતીનું આયોજન હોય છે.
લીંબુડા ગામમાં બહારગામથી વસતા લોકો જેવા તે રાજકોટ, જામનગર , મોરબી , સુરત અને નવસારીથી ખાસ આ ગરબા જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે . આ લીંબુડા અંબિકા ગરબા મંડળ છેલ્લા 60 વર્ષથી અર્વાચીન ગરબી ચાલુ છે.