ડેન્ટીસ્ટ એવા મહિલા તબીબે પ્રથમ વખત જ સ્પર્ધામાં ઝુકાવ્યું અને રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ
જામનગર આર્મીના લેફટનન્ટ કર્નલ ના તબીબ પત્નિ શ્રીલંકામાં યોજાયેલી ડેઝલ મિસિસ ઇન્ડીયા યુનિવર્સ કોમ્પિટીશનમાં ભાગ લઇ ટાઇટલ વિનર બન્યા છે. તેમને રાજ્ય અને રાષ્ટ્રનુ ગૌરવ વધાર્યુ છે. જામનગર ના આર્મી મથકના લેફ. કર્નલ રાહુલ ખંડેલવાલ ના પત્નિ રશ્મીજી એ શ્રીલંકામાં સુરિયા બીચ રિસોર્ટ , વેક્કાલ માં યોજાયેલ આ સ્પર્ધામા આત્મવિશ્ર્વાસ સાથે ભાગ લીધો હતો. પર્સનાલીટી, બોડી લેંગ્વેજ સહિતના પેરામીટર ઉપર માપદંડ નક્કી કરતી આ સ્પર્ધામા ભારતભરમાંથી ૩૦ ગૃહિણીઓએ ભાગ લીધો હતો જેમા પ્રથમ દ્વિતિય તૃતિય વિજેતા ઉપરાંત ૩ ગૃહિણીઓ ટાઇટલ વિનર બની હતી જેમાં જામનગરના ડો. રશ્મિ રાહુલ ખંડેલવાલ પણ મિસિસ કોનજેનીઆલીટી ટાઇટલ એવોર્ડ વિનર બન્યા છે. ડેન્ટીસ્ટ થયેલા આ મહિલા એ પરિવારનુ રાજ્યનુ અને રાષ્ટ્રનુ ગૌરવ વધાર્યુ છે. ખુબીની બાબત એ છે કે અગાઉ આ પ્રકારની કોઇ સ્પર્ધામા તેમણે ભાગ લીધો નથી પરંતુ આવી સ્પર્ધામા ભાગ લેવાની માનસિક તૈયારી અને આત્મવિશ્ર્વાસે તેમને સફળતા અપાવી છે. જેમને અબિનંદન ની વર્ષા થઇ રહી છે.તેમને સ્પર્ધામા ભાગ લેવા તેમના સેના ઓફીસર એવા પતિ રાહુલજી પણ ખુબ જ પ્રેરક બન્યા છે.