• બોરવેલમાં ફસાયેલા બે વર્ષના બાળક રાજને જીવિત અવસ્થામાં  કાઢવામાં જામનગરની ફાયર બ્રિગેડ શાખાને મળી સફળતા

  • ફાયર બ્રિગેડના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી

જામનગર સમાચાર

લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં બોરવેલમાં ફસાયેલા બે વર્ષના બાળક રાજને જીવિત અવસ્થામાં કાઢી લેનાર જામનગરની ફાયર બ્રિગેડ શાખાના રાકેશ ગોકાણી તથા કામિલ મહેતા કે જેને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર સી.એસ. પાંડીયન વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.WhatsApp Image 2024 02 07 at 08.28.32 393d1fe6

આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા બાળકના માતા-પિતા તથા અન્ય પરિવારજનો વાડી માલિક અને આસપાસના વિસ્તારના ખેડૂતો વગેરેએ પણ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટુકડી ઉપરાંત કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટુકડી તેમજ પોલીસ તંત્ર અને ૧૦૮ ની ટીમ વગેરેનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લામાં બોરવેલ ની ઘટનામાં બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.