- અંત્યોદય સુરક્ષા યોજના અંતર્ગત રક્ષાકવચ મેળવનાર બુથ પ્રમુખ નું નિધન થતાં તેમના પરિવારને રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરાયો
- ભાજપના બુથ લેવલનો કાર્યકર્તા પાયાનો પથ્થર છે, અને સ્વ. મનસુખભાઈ ચાવડા ને ઋણ ચૂકવવાનો મારા માટે અવસર છે- રિવાબા જાડેજા
જામનગર તા ૧૦, જામનગરના -૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તેમના ગત જન્મદિવસ નિમિત્તે ૬૦૦થી વધુ લાભાર્થીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના નું રક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના ૨૩૦ જેટલા બુથ પ્રમુખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકીના બુથ નંબર ૧૦૯ ના પ્રમુખ મનસુખભાઇ ચાવડાનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારને રૂપિયા ૧૦ લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ વેળાએ ધારાસભ્ય રીવાબા જાડેજા ની સાથે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઇ નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, શહેર ભાજપના અગ્રણી સામતભાઈ પરમાર, કોર્પોરેટર મુકેશભાઈ માતંગ તથા જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને દિવંગત બુથ પ્રમુખ મનસુખભાઈ ચાવડા ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ માં શ્રદ્ધાંજલિ અને ચેક અર્પણ વિધિ માટે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કે કેડરબેઝ પાર્ટી છે, અને તેનો બુથ લેવલ સહિતનો પ્રત્યેક કાર્યકર તન-મનઅને ધનથી પાર્ટી માટે સેવા કરે છે.
વર્ષ ૨૦૨૨ ની ધારસભા ની ચૂંટણીમાં હું પ્રથમ વખત જામનગરના શહેરી વિસ્તારમાં ચૂંટણી લડી હતી, જે દરમિયાન ઉત્તર વિધાનસભા વિસ્તારના બુથ લેવલ સુધીના તમામ કાર્યકર બુથ અને પેઈજ પ્રમુખ વગેરેએ અથાગ મહેનત કરીને પાર્ટી ના ઉમેદવારને જીતાડવા માટે મદદ કરી છે.
મારા જન્મ દિવસે ૬૦૦ થી વધુ લાભાર્થીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના નું રક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં મનસુખભાઈ ચાવડા નો પણ સમાવેશ થયો હતો, અને તેઓનું આકસ્મિક નિધન થતાં તેમના પરિવારને સધિયારો આપવાના ભાગરૂપે આ ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે. જે ચેક અર્પણ કરીને હું મારો રુણ અદા કરું છું, અને તેમનો પરિવાર જ્યારે પણ કહેશે, ત્યારે હર હંમેશા તેઓની સાથે જ રહીને મદદરૂપ થઈશ તેવી મંચ પરથી સર્વે ની ઉપસ્થિતિમાં ખાત્રી આપી હતી.
જ્યારે મનસુખભાઈ ચાવડા ના પરિવારને એક લાખ નો ચેક અર્પણ કર્યો હતો, અને દિવંગત ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રદ્ધાંજલિ અને ચેક અર્પણ વિધિ ના કાર્યક્રમનું સંચાલન વોર્ડ નંબર ૬ ના પ્રમુખ દીપકસિંઘ અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જામનગર:સાગર સંઘાણી