- જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું
- પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પુષ્પગુચ્છ આપી કરાયું સન્માન
- દરિયાઈ સુરક્ષા મુદ્દે આગામી સમયમાં સમીક્ષા કરવામાં આવશે
- લોકોને આસપાસ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાણ થાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા કરાઈ હતી.
જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કોન્ફરન્સનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીઓની સમીક્ષા કરી હતી અને જામનગર જિલ્લા પોલીસ વિભાગની કામગીરીઓને બિરદાવી હતી.
રેન્જ આઈજીએ આ તકે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં દબાણ કર્તાઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમજ વ્યાજખોરો, સટોડીયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં સેનાની ત્રણેય પાંખ આવેલી છે ત્યારે આગામી દિવસોમાં દરિયાઈ સુરક્ષા મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવશે. જામનગરની જનતાને રેન્જ આઈજી એ અપીલ કરતાં જણાવ્યું હતું કે, લોકોની આસપાસ કોઈપણ જાતની પ્રવૃત્તિ થઈ રહી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.