જામનગર ૨૦, જામનગર નજીક હાપા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ઓટો રિક્ષા ને હડફેટે લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જેમાં રીક્ષા ચાલક યુવાનનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ, મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-હાપા રોડ પર આજે સવારે જી.જે.૧૦ ટી.ઝેડ. ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષાચાલક પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન ત્યાં પૂર ઝડપે આવી રહેલા એક ટ્રક ના ચાલકે પોતાનો ટ્રક બેકાળજી પૂર્વક ચલાવી રીક્ષા ને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષા પલટી મારીને પડીકું વળી ગઈ હતી.
જે અકસ્માતમાં રીક્ષા ચાલક ટ્રક અને રીક્ષા ની વચ્ચે દબાઈ ગયો હતો, અને તેને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવને લઈને આસપાસના વિસ્તારના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. દરમિયાન ટ્રક ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકની ઓળખ કરવા માટે અને અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલકને શોધવા માટેની કવાયત શરૂ કરાઈ છે.
જામનગર: સાગર સંઘાણી