• નાના – મોટા 3પ00 જેટલા કારખાનાઓ શરૂ

દિવાળીના તહેવાર દરમિયાન કારખાનાઓ અને ફ્રેક્ટરીઓમાં પાંચેક દિવસની રજાઓ રાખવામાં આવ્યા બાદ લાભપાંચમથી ફરીને કારખાના અને ફેક્ટરીઓ ધમધમવા લાગી છે અને મોટાભાગના કારખાનામાંઓમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે.એકલા શંકરટેકરી ઉધોગનગરમાં જ નાના-મોટા 3500 જેટલા કારખાનાઓ ફરીને ચાલુ થઈ ગયા છે. તેવી જ રીતે દરેડ,નાધેડી, એમ.પી,શાહ ઉધોગનગર,હાપા ઉધોગિક વસાહત, ધુવાવ, જુના નવા નાગના, મોરકડા મળીમાં કુલ 8000 જેટલા ઔદ્યોગિક ઉત્પાદન દિવાળી પહેલાની માફક શરૂ થઈ ગયું છે.નાના-મોટા આઠ હજાર યુનિટો આવેલા છે તેમાંથી યુનિટો દિવાળીની રજાઓ બાદ લાભપાંચમથી ફરીને શરૂ થઈ ગયા છે જયારે અમુક નાના યુનિટો હજું ચાલુ થયા નથી જે એકાદ-બે દિવસમાં શરૂ થઈ જશે.હાલમાં મંદી પણ નહીં અને તેજી પણ નહીં તેવો સિનેરિયો ચાલી રહ્યો છે.એટલે ધધાનું કામકામ ધીમેધીમે ચાલી રહ્યું છે.

દરેડ જીઆઇડીસીમાં અંદાજે ત્રણ હજાર યુનિટો આવેલ છે. હાલ જેમની પાસે ઓર્ડર છે તેઓ કામ કરી રહ્યા છે બાકી જેમની પાસે ઓર્ડર નથી તેઓ દ્વારા નવી માર્કેટ શોધવામા આવી રહી છે.દિવાળીની રજાઓને કારણે મજુરવર્ગ પણ તેમના વતન તરફ જતો રહેતો હોય છે .પણ મજુરવર્ગ પણ રજાઓ પુરી ફરીને કામે ચડી ગયેલ છે અને મોટા યુનિટો હોય ત્યાં તો મજુરવર્ગ ફેક્ટરીમાં જ રહેતો હોવાથી કોઈ યુનિટના સંચાલકોને લેબરના કારણે મુશ્કેલી પડી રહી હોય તેવું ધ્યાનમાં આવેલ નથી તેમ તેઓએ અંતમાં ઉમેર્યુ હતું.જામનગરમાં પણ મોટાભાગના ઔદ્યોગિક એકમો દિવાળી પહેલાની માફક ફરીને ધમધમતા થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.