વર્ષ 2012 મા જામનગરના સમર્પણ સર્કલ ખાતે ચકચારી ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. જેમાં આ વારદાતને અંજામ આપનાર આરોપીને પોલીસે દબોચી લીધા બાદ આ કેશમા રાજકોટ જેલમાંથી આરોપી વચગાળા જામીન લઈ ફરાર થઇ ગયો હતો. બાદમાં છેલ્લા 05 વર્ષથી ફરાર કેદીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ પાકા કામના કેદી નં.- કેદી નં.-45983 વિજેન્દ્ર ઉર્ફે ભોડીયો કાંતીભાઇ રાઠોડ હાલ જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવેલ છે. જે હકીકત આધારે પોલીસે રેડ પાડી તેને દબોચી લીધો હતો.વધુમાં આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે.મિયાત્રા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેડ કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ, મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.