જામનગરમાં એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજના આશાસ્પદ તબીબ છાત્રએ જિંદગી ટૂંકાવી લીધાનો દુખદ બનાવ સામે આવ્યો છે. આ કિસ્સો સામે આવતા સમગ્ર કોલેજમાં શોકનું મોજું ફરી વળ્યું.
એનેસ્થેસિયા વિભાગના ફર્સ્ટ યર પીજીમાં અભ્યાસ કરતા મૌલિક પીઠવા નામનો તબીબી વિદ્યાર્થી પીજી હોસ્ટેલના છઠા માળે આવેલ રૂમ નંબર 608માં રહેતો હતો. આજે બપોરના સમયે તેણે પોતાના રૂમમાં જ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવતા પોલીસ અને મેડીકલ કોલેજના સતાવાળાઓ રૂમ પર પહોચ્યા હતા.
સાબરકાંઠા: 5 વર્ષથી ભૂલી પડેલી બાળકીનું પરિવાર સાથે મિલન, ખુશીની ઉછળકૂદની જુઓ તસ્વીરો
આ તબીબી અભ્યાસ કરતા યુવકે ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તે બાબતની કોઈ પાક્કી વિગતો હજુ સામે આવી નથી. બી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશ સંભાળી તેના માતા-પિતાને જાણે કરી હતી. મૃતકના સહપાઠીઓના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.