જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા ઑમ ક્લિનિકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો .
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા ડો. અનિલ કે. પટેલના ઑમ ક્લિનિકમાં ગઈકાલે શનિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ડો. અનિલ કે. પટેલના પુત્ર હિતાંશના જન્મદિન નિમિત્તે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૬૦ બોટલ રક્ત એકત્ર થયું છે. જે ગરીબ દર્દીઓને ઉપયોગમાં લેવા માટે જમા કરાવાયું છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સંગમ બાગ પાસે ઑમ ક્લિનિક ચલાવતા ડો. અનિલ કે. પટેલ કે જેઓ દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, ત્યારે ગઈકાલે તેમના પુત્ર હિતાંશનો જન્મદિવસ હોવાથી જન્મદિવસની ઉજવણી વિશેષરૂપે કરવાના ભાગરૂપે ગઈકાલે ૧૨મી ઓગસ્ટ શનિવારે સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી ડો. અનિલ પટેલના પરિવારજનો, મિત્ર મંડળ વગેરે દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, અને ૬૦ બોટલ રક્ત એકત્ર થયું છે, અને ગરીબ દર્દીઓની સેવાર્થે અપાયું છે.
સાગર સંઘાણી