જામનગરમાં બાઈક અને ઈનોવા કારનો અકસ્માત સર્જાયો હતો ત્યારે મોટરસાયકલ ચાલાકે જિલ્લા વિકાસ અધિકારીની સરકારી ઇનોવા કાર સાથે બાઈક અથડાવી અકસ્માત સર્જયો હોવાના આક્ષેપો ડ્રાયવર દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ફરિયાદીએ જણાવ્યું હતું કે મોટરસાયકલ સવાર બંને પિતા પુત્રએ ડ્રાઈવરને અપશબ્દો બોલી અને તમારાથી થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી ત્યારે પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર શહેરના એસટી રોડ જોલી બંગલા પાસે બાઈક અને જીલ્લા વિકાસ અધિકારીની ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીતેન્દ્ર તુલસીદાસ ચોલેરા જે જામનગર જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાઇવર તરીકેની ફરજ બજાવે છે. તે બપોરના સવા ચાર વાગ્યે ઈનોવા ગાડી જીજી એ ૨૦૦૨ની લઈને જિલ્લા પંચાયતથી જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને જતો હતો ત્યારે પૂરપાટ ઝડ૫થી બાઈક ચલાવી સરકારી ઈનોવા ગાડીના પાછળના ભાગે ભટકાડી હોવાના ડ્રાયવર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે જીલ્લા વિકાસ અધિકારીના ડ્રાયવર જયારે એસ.ટી રોડ જોલી બંગલા સામે નવાનગર બેંકની પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક હોવાથી ગાડીમાં બ્રેક મારતા તે દરમ્યાન પાછળથી મોટર સાયકલ ચાલકે પૂરપાટ ઝડ૫થી ઈનોવા ગાડીના પાછળના ભાગે ભટકાડી હતી.
લાલ કલરના એક્સેસ ગાડી નં. જીજે-૧૦-એઆર ૮૯૭૧એ ગાડીના પાછળનાં ડાબી બાજુ ના બમ્પર તથા બેક સાઈટ લાઈટ તોડી નાખી હતી અને આ બાબતે તેને પુછતા ઉશ્કેરાઈને મનફાવે તેમ ગાળો ભાંડી હતી અને થોડી જ ક્ષણોમાં પિતાજીને ફોન કરીને બોલાવતા તેણે આવીને ઉશ્કેરાઈ મનફાવે તેમ ગાળો ભાંડી હતી તમારાથી જેમ થાય તેમ ધમકી ડ્રાયવરને આપી હતી તેવા ડ્રાયવર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડ્રાયવરની ફરિયાદના આધારે બન્ને વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી.કલમ-૨૭૯,૪૨૭,૫૦૪,૫૦૬(૧),૧૧૪ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી પોલસે તપાસ હાથ ધરવામાં આવી હતી