- હિન્દુ એકતા સમિતિના નેજા હેઠળ બાંગ્લાદેશના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને મૌન રેલી યોજાઇ
- જામનગર શહેરના અનેક હિન્દુ સંગઠનના અગ્રણીઓ- જ્ઞાતિ, સંસ્થાના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો જોડાયા
Jamnagar :બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને જામનગરમાં હિન્દુ એકતા સમિતિ મેદાને પડી છે, અને આજે સવારે એક મૌન રેલીનું આયોજન કરાયું હતું. તેમજ રેલી 11:00 વાગ્યે શરૂ સેકસન રોડ નજીક આવેલા સરલા આવાસ ભવન પાસેથી પ્રારંભ થઇ હતી, જેમાં ભાઈઓ બહેનો સહિતનો વિશાળ જન સમુદાય બેનર પોસ્ટર સાથે જોડાયા હતા.
અનુસાર માહિતી મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને જામનગરમાં હિન્દુ એકતા સમિતિ મેદાને પડી છે, અને આજે સવારે એક મૌન રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જામનગર શહેરના વિવિધ હિન્દુ સંગઠનના અગ્રણીઓ, જુદી જુદી જ્ઞાતિ- સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં બહેનો આ રેલીમાં આક્રોશભેર જોડાયા હતા, અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા જામનગરમાં હિન્દુ એકતા સમિતિ સમર્થનમાં આવી છે, અને આજે સવારે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી 11:00 વાગ્યે શરૂ સેકસન રોડ નજીક આવેલા સરલા આવાસ ભવન પાસેથી પ્રારંભ થઇ હતી, જેમાં ભાઈઓ બહેનો સહિતનો વિશાળ જન સમુદાય બેનર પોસ્ટર સાથે જોડાયા હતા. અને મૌન રેલીના સ્વરૂપમાં જામનગરની જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.
અહેવાલ : સાગર સંઘાણી