Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી એક રીક્ષા ચાલકને ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડ્યો છે. જ્યારે તેને દારૂ સપ્લાય કરનાર મુંગણી ગામના એક શખ્સને ફરારી જાહેર કરાયો છે. આ દરોડાની વિગત એવી છે કે સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાની ખાવડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક રીક્ષા ચાલક પસાર થતાં તેને અટકાવીને રીક્ષાની તપાસ કરાઈ  હતી. જે તપાસ દરમિયાન રિક્ષામાંથી ૧૦ નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

જેથી પોલીસે રિક્ષા અને દારૂ કબજે કરી તેના ચાલક મુંગણી ગામના કિરીટસિંહ જેમલજી દેદાની અટકાયત કરી  છે.
પોલીસની પૂછપરછમાં તેને ઉપરોક્ત દારૂનો જથ્થો મૂંગણી ગામના યુવરાજસિંહ કિરીટ સિંહ દેદા એ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.