- એક શખ્સ ૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડાયો
- ગાંજાનો જથ્થો રાજકોટના એક શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતાં તપાસનો દોર રાજકોટ તરફ લંબાવાયો
જામનગર ન્યુઝ: જામનગર ગાંજાનો વેચાણ કરી રહેલા એક શખ્સને એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ સાત રસ્તા સર્કલ નજીકથી પકડી પાડ્યો છે, અને ૪૦૦ ગ્રામ ગાંજો કબજે કર્યો છે. જેને સપ્લાય કરનાર રાજકોટના શખ્સને ફરારી જાહેર કરાયો છે.
એસ.ઓ.જી.ની ટીમના આ દરોડા ની વિગત એવી છે કે જામનગરમાં પ્રણામી ટાઉનશિપમાં રહેતો અને ડ્રાઇવિંગ કામ કરતો રમેશ પાલાભાઈ અસવાર નામનો શખ્સ સાત રસ્તા નજીક ગાંજાના જથ્થા સાથે ઊભો છે, અને તેનું વેચાણ કરવાની પેરવી કરી રહ્યો છે, જે ચોક્કસ બાતમી ના આધારે એસ.ઓ.જી.ની ટુકડી એ વોચ ગોઠવી સાત રસ્તા સર્કલ જાડા ના બિલ્ડીંગ પાસેથી રમેશ અસવારને ઝડપી લીધો હતો. જેની તલાસી લેતાં તેના કબજા માંથી ૪૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
તેથી પોલીસે તેની કિંમત નો ગાંજો અને ૧૦,૦૦) કિંમત નો મોબાઇલ ફોન સહિત રૂપિયા ચૌદ હજારની માલમતા કબજે કરી છે, અને રમેશભાઈની અટકાયત કરી છે. જે વિશેષ પૂછપરછ દરમિયાન તેણે રાજકોટના ૬૩૫૯૨૮૩૭૬૨ નંબરના મોબાઈલ ફોન તારા પાસેથી મેળવ્યો હોવાનો કબુલતાં પોલીસે તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.
સાગર સંઘાણી