- લાખાબાવળ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના ટળી
- રેલવે ટ્રેકના લોખંડના પાટામાં મોટી તિરાડ પડતા પાટો તુટી પડ્યો, તાત્કાલિક સમારકામ કરાયું
- ઓખા-ભાવનગર ટ્રેનને દોઢ કલાક ક્રોસિંગ માટે રાહ જોવી પડી
Jamnagar : લાખાબાવળ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે ટ્રેકના લોખંડના પાટામાં મોટી તિરાડ પડતા પાટો તુટી પડ્યો હતો. આ દરમિયાન તેનું તાત્કાલિક સમારકામ કરાયું હતું. તેમજ ઓખા-ભાવનગર ટ્રેનને દોઢ કલાક ક્રોસિંગ માટે રાહ જોવી પડી હતી.
અનુસાર માહિતી મુજબ, જામનગરના લાખાબાવળ ગામ પાસે ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સહેજમાં ટળી, રેલવે ટ્રેકનો પાટો તૂટી પડ્યો હતો, ઓખા-ભાવનગર ટ્રેનને દોઢ કલાક ક્રોસિંગ માટે રાહ જોવી પડી હતી. તેમજ રેલવે વિભાગે તાત્કાલિક સાંધો રીપેર કરી ટ્રેનને ધીમે ધીમે પાર કરાવી હતી. આ ઉપરાંત રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ રેલવેના કર્મચારીઓની સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી હતી, આ ઘટનાને પગલે લખાબાવળ ગ્રામજનો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા.
લાખાબાવળ રેલવે ટ્રેક પરથી માલગાડી અને પેસેન્જરની અનેક ટ્રેનો પસાર થતી હોય ત્યારે જો આ રેલવે ટ્રેક તૂટેલો હોય અને તેના પછી ટ્રેન પસાર થઇ જાત તો મોટી દુર્ઘટના સર્જાત. ત્યારે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ એ પણ ખૂબ જ તપાસનો વિષય છે.
આ દરમિયાન રેલવે વિભાગ દ્વારા આ બાબતે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ આ ઘટનાની જાણ થતાની સાથે જ રેલ્વે વિભાગના અધિકારીઓ, કર્મચારી દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે ટ્રેનનો પાટો રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને તાત્કાલિક સમારકામ કરાયું હતું.