- જોડીયા નજીક ખીરી ગામમાં એસિડ વાળું પાણી પી લેવાના કારણે શ્રમિક મહિલાનું ઝેરી અસર થવાથી મૃત્યુ
જામનગર ન્યુઝ : મનગર તાલુકાના ધુંવાવમાં રહેતી એક શ્રમિક યુવતીએ ખીરી ગામ પાસે મજૂરી કામ દરમિયાન ભૂલથી એસિડ વાળું પાણી પી લેતાં તેની તબિયત લથડ્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર હાઉસિંગ બોર્ડની ચાલીમાં રહેતી ભાનુબેન સોમાભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષની દેવીપુજક પરણીતા કે જે ગઈકાલે ૧૮ મી તારીખે જોડિયા તાલુકાના ખીરી ગામની સીમમાં તાડી કાપવા માટે ગઈ હતી.જે દરમિયાન તેણીને પાણીની તરસ લાગતાં એસિડ વાળા ડબલામાં પાણી પી લેવાથી તેણીને વિપરીત અસર થઈ હતી, અને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધારશીભાઈ રાયમલભાઈ દેવીપુજકે પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
સાગર સંઘાણી