Jamnagar: પટણી વાડ પિલુડી ફળી ચમારવાડ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગમાં સલિમ કુરેશીનું રહેણાંક મકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

c4239f01 9982 4db8 8454 f5606493de3e

મળતી માહિતી મુજબ, મકાન માલિક કિરેશી સલિમભાઈ બહારગામ ગયા હતા અને ઘર બંધ હતું. મોડી રાત્રે અચાનક આગ લાગી હતી અને ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટ કંઈ જાણવા મળ્યું નથી.

e8bf76e6 8ad0 4f12 82eb ada17f98c7f7

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાંબા સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કુરેશી પરિવાર આ અકસ્માતથી ભારે મુશ્કેલીમાં મુકાયો છે. તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.