જામનગર સમાચાર
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એકતા રેલીનો પ્રારંભ જિલ્લા ખોડલધામ કાર્યાલયથી પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા સહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે શહેરમાં આવેલ રણજીતસાગર રોડ પર મયુર ટાઉનશિપમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
જેમાં રણજીતસાગર રોડ પર પવનચક્કી, ઓશવાલ હોસ્પિટલ, જોલી બંગલા રોડ થઈ રણજીત નગર પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં એકતા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફૂલહાર દરમિયાન જિલ્લા ખોડલધામ સમિતિના ટ્રસ્ટી, કન્વીનર સહિત પટેલ સમાજના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં લોકો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે આ એકતા રેલીમાં 148 જેટલા કાર અને મોટરસાયકલ દ્વારા યોજવામાં આવી હતી જેમકે સરદાર વલ્લભભાઈ પટેલની 148 ની જન્મ જયંતી નિમિત્તે 148 વાહનની કાર અને બાઈક ની એકતા રેલી યો જ્યોતિ જેમાં 400 થી વધુ ખોડલધામ સમિતિ તેમજ પટેલ સમાજના આગેવાનો જોડાયા હતા. જે રણજીત નગર પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા ફુલહાર કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.