ટ્રેનમાં મુસાફરી સમયે મિત્રતા થતા પૈસાની જરુરીયાત હોવાનું કહી કટકે કટકે પૈસા લઇ બુચ મારી દેતા ગુનો નોંધાયો
જામનગરમાં સરૂ સેક્શન રોડ પર રહેતા એક યુવાનને મિત્રના સ્વાંગમાં ચીટર નો ભેટો થયો છે. એક પરપ્રાંતીય શખ્સે ટ્રેનમાં મિત્ર બનાવ્યા પછી કટકે કટકે 25 લાખ જેટલી રકમ પડાવી લઈ લીધા નો મામલો સામે આવતાં ભારે ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગુરુકૃપા હાઇટ્સ નામના બિલ્ડિંગમાં રહેતા રાજીવ મહાવીર દધીચી નામના 40 વર્ષના વિપ્ર યુવાને જામનગરમાં જ પંચવટી વિસ્તારમાં કિસ્મત વીલા નામના મકાનમાં રહેતા શૈલેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ નિર્બાન નામના શખ્સ સામે પોતાની સાથે રૂપિયા 25 લાખની રકમ મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે
પોલીસમાં જાહેર કરાયા અનુસાર પોતાને આરોપી શૈલેન્દ્રસિંહ સાથે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મિત્રતા થઈ હતી, અને પોતાને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી સૌપ્રથમ 40,000 રૂપિયા મેળવ્યા હતા ત્યારબાદ કટકે કટકે અલગ અલગ સમયે મળીકુલ 25 લાખ જેટલી રકમ મેળવી લઈ પરત નહીં આપી વિશ્વાસઘાત અને ચેતરપિંડી કરી હતી.
ઉપરાંત એસબીઆઇ, એચડીએફસી બેન્ક, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વગેરેના ખોટા ડોક્યુમેન્ટ સાથેના મેસેજ બનાવીને વોટ્સએપ ના માધ્યમથી તેનો ઉપયોગ કરી પોતાને છેતર્યો હતો, અને પચીસ લાખની રકમ હડપવકરી લીધી હતી.
આખરે આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો છે, અને શૈલેન્દ્ર સિંહ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 406,420, 465, 468 અને 471 મુજબ કોનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.