જામનગર: નવલી નવરાત્રીના વધામણા થઈ રહ્યા છે જેને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર ખાતે ધાર્મિક વસ્તુઓની માંગમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. હાલ અગરબત્તી, લોબાન ધૂપ સહિતની વસ્તુઓની માંગ વધી રહી છે. જેમાં ખાસ કરીને પાંચ ફૂટ લાંબી અગરબત્તી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અનોખી અગરબત્તીની કિંમત ₹500 છે એટલે કે આ એક અગરબત્તી સામાન્ય અગરબત્તીના પેકેટ કરતાં બમણી મોંઘી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ અગરબત્તી એક વખત પ્રગટાવ્યા બાદ તે સમગ્ર સોસાયટીમાં સુગંધ પ્રસરાવે છે અને લાંબો સમય સુધી ચાલતી હોવાનું જણાવ્યું છે.
આ અનોખી અગરબત્તીની વાત કરવામાં આવે તો તેની કિંમત ₹500 છે એટલે કે આ એક અગરબત્તી સામાન્ય અગરબત્તીના પેકેટ કરતાં બમણી મોંઘી છે. આમ એક અગરબત્તીની કિંમત 500 રૂપિયા છે જે આસાનીથી માનવામાં ન આવે તેવી વાત છે. આ અગરબત્તી તેઓ સ્પેશિયલ બેંગ્લોરથી મંગાવતા હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય રીતે ગણેશ મહોત્સવ ત્યારબાદ નવરાત્રી, દશેરા તેમજ લગ્ન ગાળાની સિઝન દરમિયાન અને તહેવારોમાં આવી અગરબત્તીની માંગ વધુ જોવા મળતી હોય છે. એવો દાવો કરવામાં આવે છે કે આ અગરબત્તી એક વખત પ્રગટાવ્યા બાદ તે સમગ્ર સોસાયટીમાં સુગંધ પ્રસરાવે છે અને લાંબો સમય સુધી ચાલતી હોવાનું જણાવ્યું છે. આમ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી સુરભી અગરબત્તી નામની 35 વર્ષ જૂની પેઢીમાં પાંચ રૂપિયાથી માંડી 5000 રૂપિયા સુધીની ધૂપ, અગરબત્તીની અઢળક અને અસંખ્ય વેરાયટીઓ જોવા મળી રહી છે અને હાલ નવરાત્રિને લઈ આવી વેરાઈટીઓની માંગ પણ ખુબ વધી છે.
સાગર સંઘાણી