જામનગરમાં દરબારગઢ પાસે આવેલા કપડાના શોરૂમમાં અકસ્માતે આગ લાગતાં દોડધામ
જામનગરમાં દરબાર ગઢ વિસ્તારમાં એક તૈયાર કપડાની દુકાનમાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.જે બનાવ અંગે ફાયર શાખા ને જાણ કરાતાં ફાયર શાખા ની ટુકડીએ સમયસર પહોંચી જઈ આગને વધુ પ્રસરતી અટકાવતાં આસપાસના દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો .
જામનગરમાં દરબારગઢ વિસ્તારમાં આવેલી સબીરભાઈ નામના એક વેપારીની તૈયાર કપડાની દુકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને દુકાનમાં રહેલો કપડાનો જથ્થો સળગવા લાગ્યો હતો.દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળેલા જોવા મળતાં આસપાસના લોકોએ તુરત જ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી.
સાગર સંઘાણી