- સીટી બી. ડિવિઝન ના એલ.આઈ.બી. શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે લાંચ માંગવાનો ગુનો નોંધાયો
- એક વાહન ચાલક પાસેથી ૬,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કર્યાની ફરિયાદ બાદ એ.સી.બી.ની કાર્યવાહી
જામનગર ન્યૂઝ : જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એલઆઇબી શાખામાં ફરજ બજાવતા દેવસુરભાઈ વિરાભાઈ સાગઠીયા નામના પોલીસ કર્મચારી સામે જામનગર એસીબી ની ટીમ દ્વારા લાંચ રૂશ્વત ધારા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગર માં ગત વિધાનસભા ની ચૂંટણી -૨૦૨૨ દરમિયાન એક વ્યક્તિનું વાહન રીકવિઝીટ કરેલું હતું, તે ઇકો કારના સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કાયદેસરના મંજૂર થયેલ બિલની રકમ બેંકના ખાતામાં જમા થતાં પોલીસ કર્મચારીએ તે બિલ ની રકમ પેટે ૬,૦૦૦ રૂપિયા ની લાંચ ની માંગણી કરી હતી. તે રકમ આપવી ન હોવાથી વાહન ચાલક દ્વારા જામનગરની એ.સી.બી. શાખાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને જામનગર એસએબી શાખા ની ટુકડીએ પુરાવાઓ એકત્ર કર્યા પછી પોલીસ કર્મચારી દેવસુરભાઈ વીરાભાઈ સાગઠીયા સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે, જેમાં સરકાર પક્ષે એ.સી.બી. શાખા ના ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. પટેલ ફરિયાદી બન્યા છે. જેમાં આરોપી પોલીસકર્મીની અતકાયત કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાગર સંઘાણી