જિલ્લાની 24 અદાલતોમાં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે 32.44 કરોડ સેટલમેન્ટ
જામનગર જિલ્લામાં વર્ષ 2023 ની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની 24 જેટલી અદાલતોમાં સમાધાન માટે 14,055 થી વધુ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 6,147 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 32 કરોડ 44 લાખનું સેટલમેન્ટ થયું છે.
નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં શનિવાર તા 11.2.2023 ના રોજ વર્ષ 2023 ની પ્રથમ લોક અદાલત યોજાઇ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટના મેમ્બર સેક્રેટરી રાહુલભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક સેસન્સ જજ વી.જી. ત્રિવેદીની અધ્યક્ષતામાં જામનગરની અદાલતમાં દીપ પ્રાગટ્ય સાથે લોક અદાલતનો પ્રારંભ થયો હતો. જેમાં અન્ય જજીસ, સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, બાર એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ સુવા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિ મનોજભાઈ અનડકટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સમાધાન માટે કૂલ 14,055 કેસો મુકવામાં આવ્યા હતા, જેમાં પ્રિ-લીટીગેશન ના 4,992 અગાઉના પેન્ડિંગ 5,303 કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના 3,760 નો સમાવેશ થાય છે. જેમાં ફુલ 6,147 કેસમાં સમાધાન થયું હતું, અને 32,44,09,362.00 રૂપિયાના સેટલમેન્ટ થયા છે.