અન્ય જગ્યાએ રોકાણ કરી મોટો નફાની આપી લાલચ
એક મહિનાના ગાળામાં 60 લાખ ઉપરાંતની રકમ જમા કરાવી
Jamnagar news: સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં ચિંતાજનક વધારા વચ્ચે જામનગરની ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી સાથે 60 લાખની છેતરપિંડી થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શેર બજાર ઉપરાંત અન્ય જગ્યાએ રોકાણ કરી મોટો નફો કમાવી દેવાના નામે આંબા અમલી બતાવી ઠગબાજોએ છેલ્લા એક મહિનાના ગાળામાં 60 લાખ ઉપરાંતની રકમ જમા કરાવી લીધી હતી.
માર્કેટ કરતા ઓછા ભાવે શેર આપી દેવાની આપી હતી લાલચ
આ કેસ વિશે મળતી માહિતી અનુસાર જામનગરમાં કામદાર કોલોનીમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા પ્રતાપસિંહ રામેશ્વરસિંહ તોમરને મોબાઈલના માધ્યમથી ઠગબાજોનો ભેટો થયો છે. 30 મી એપ્રિલના રોજ પ્રતાપસિંહ તોમરને અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં વાત કરતી વ્યક્તિએ શેરખાન મેક્સ ટ્રેડિંગ કંપનીના શેર માર્કેટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. માર્કેટ કરતા ઓછા ભાવે શેર આપી દેવાની લાલચ પણ આપી હતી. વધુમાં IPOમાં પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઇડ કરવાનું કહ્યું હતું.
રૂપિયા 60 લાખ ઉપરનું રોકાણ
પ્રતાપસિંહ ભોળવાઈ જતા તેઓએ આરોપી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોપીઓએ રોકાણ કરવા માટે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી અને તેના સહારે ટ્રેડિંગ કરવા જણાવ્યું હતું. બાદમાં વાત અને લાલચમાં આવી તેઓએ શેરખાન મેક્સ મોબાઇલ એપ દ્વારા છેલ્લા એક મહિનામાં એક…બે… નહિ રૂપિયા 60 લાખ ઉપરાંતનું રોકાણ કરી નાખ્યું હતું. ત્યારબાદ રોકાણ કરેલી રકમ અને વ્યાજ સહિતનું મુળી 31મી મેના રોજ પોતાના ખાતામાં જમા થઈ જશે એવો આરોપીઓએ ફરિયાદીને દિલાસો આપ્યો હતો. પરંતુ કોઈ કારણસર રકમ જમા ન થતા ફરી પ્રતાપસિંહએ વોટસએપ નંબર મારફતે આરોપી સાથે વાત કરી હતી. અને તેમાં કહ્યું હતું કે જો તમારે રૂપિયા જમા કરાવો હોય તો 20 ટકા પ્રોસેસિંગ ફ્રી જમા કરાવી પડશે. પ્રતાપસિંહએ પરિસ્થિતિ પારખી શંકા જતા પોતાના પુત્ર અભિષેકસિંઘને સમગ્ર વિગત વર્ણવી હતી.
સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે
વધુમાં શેરખાન મેક્સ નામની પેઢી બાબતે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ પેઢી જ ન હોવાનું ભોપાળું થતું થતાં પ્રતાપસિંહના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અને તેઓને 60.36 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું અહેસાસ થયો હતો. બાદમાં સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
સાગર સંઘાણી