જામનગર સમાચાર

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 554મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારા ખાતે થી પ્રભાત ફેરી અને સેજ સાહેબ નું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 27નવેમ્બર ના દિવસે સેજપાઠ જી ની સમાપ્તિ કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે . જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો . જે હાલ પાકિસ્તાન માં છે. શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા. તેમના ત્રણ  સિદ્ધાંતો હતા ‘નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત  હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો, તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ [ દેવ લોક] ગયા હતા.

આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજી ની 554મી જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે જામનગર ના ગુરુદ્વાર માં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા, આજ રોજ 10 વાગે સેજ પાઠજી ની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી પંજાબ થી વિશેષ મહેમાન ભાઈ સાહેબ ભુપેન્દ્રસિંઘજી અને ભાઈ સાહેબ ગગનદીપ સિંઘ જી એ કથા,અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ છે જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો.

 સાગર સંઘાણી

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.