- જામનગર નજીક ધોરીવાવ પાસે કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજા
- ચાર વ્યક્તિને લોહી નિતરતી હાલતમાં જીજી હોસ્પિટલમાં જયારે એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
જામનગર ન્યૂઝ : જામનગર નજીક રણજીતસાગર રોડ પર ધોરી વાવ પાસે એક ઓટો રીક્ષા અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષામાં બેઠેલી પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. તે તમામને લોહીનીતરતી હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક રણજીત સાગર રોડ પર ધોરીવાવ પાસે આવેલા એક રિસોર્ટ માંથી વહેલી સવારે એક કાર પુરઝડપે બહાર આવી રહી હતી, અને તયાંથી પસાર થઈ રહેલી એક ઓટો રીક્ષા સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો, અને રીક્ષા નો ભુક્કો બોલી ગયો હતો. સાથો સાથ કારના આગળના ભાગને પણ નુકસાની થઈ હતી.
આ અકસ્માતના બનાવમાં રીક્ષા ની અંદર લીધેલા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી અને ચાર વ્યક્તિને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ફ્રેકચર સહિતની ઈજા પામેલા અન્ય એક વ્યક્તિને સારવાર માટે જામનગરની ઓસવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઈને ઇજા પામનાર અને તેના પરિવારજનોમાં દોડાદોડી થઈ હતી જે તમામને જીજી હોસ્પિટલમાં ખસેડાયા પછી ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
સમગ્ર બનાવવાની જાણ થવાથી સીટીબી. ડિવિઝનના પીઆઇ પી પી.પી. અને તેમનો સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્તો ની સારવારમાં મદદ કરી હતી. પંચકોથી બી. ડિવિઝનનો પોલીસ કાફલો પણ દોડતો થયો છે અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સાગર સંઘાણી