- પંથકના વાણિયા ગામે સ્વ.બકુલસિંહ કિરીટસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ યોજાયો મહારકત્તદાન કેમ્પ
- બહેનોએ પણ મોટી સંખ્યામાં કર્યુ રકત્તદાન
- એકત્ર થયેલ તમામ રકત્ત જી.જી.હોસ્પિટલને સુપ્રત કરાયું
જામનગર જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ આગેવાન, સામાજીક અગ્રણી એવા વાણિયા ગામના પનોતા પૂત્ર સ્વ.બકુલસિંહ કિરીટસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમનાં સુપુત્ર ગીરીરાજસિંહ બકુલસિંહ જાડેજા (રામભાઇ) મહામંત્રી-જામનગર જીલ્લા યુવા ભાજપ દ્વારા મહારકત્તદાન કેમ્પ, જી.જી.હોસ્પિટલને સાત સ્ટ્રેચર અર્પણ, વાણિયા ગામનું ધુમાડાબંધ જમણવાર, ગામની ગાયોને નીરણ આપવા જેવા વિવિધ સામાજીક કાર્યો કરવામાં કરવામાં આવ્યા હતા.
સ્વ.બકુલસિંહની પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલ મહારકત્તદાન કેમ્પમાં ૩૫૧ થી વધુ રકત્તદાતાઓએ રકત્તદાન કર્યુ હતું, એકત્ર થયેલ તમામ રકત્ત જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમા કરવામાં આવ્યું હતું. આ સેવાકિય પ્રવૃત્તિ વેળાએ જામનગર આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદ મહારાજ, સ્વામીનારાયણ મંદિરનાં મહંત ચર્તુભુજદાસ મહારાજ, સરધાર સ્વામી નાયરાણ મંદિરના મહંત, વાણિયા ગામ હનુમાન મંદિરના મહંત પ્રવિણગીરીબાપુ, પીપરટોડાના મનિષ અદા સહિતના સંતો-મહંતોના આશિર્વચન પ્રાપ્ત થયા હતા.
આ કાર્યક્રમમાં ડૉ. વિનુભાઇ ભંડેરી (પ્રમુખ,જામનગર જીલ્લા ભાજપ), રમેશ મુંગરા(પૂર્વ પ્રમુખ-જામનગર જીલ્લા ભાજપ), દિલીપ ભોજાણી(મહામંત્રી-જામનગર જીલ્લા ભાજપ), અભિષેક પટવા, દિલીપસિંહ ચુડાસમા (પૂર્વ મહામંત્રી-જામનગર જીલ્લા ભાજપ), કુમારસિંહ રાણા (મંત્રી-જામનગર જીલ્લા ભાજપ), મુકુન્દ સભાયા (ચેરમેન,જામનગર માર્કેટીંગ યાર્ડ),હિરેન કોટેચા (વાઇસ ચેરમેન-જામનગર માર્કેટીંગ યાર્ડ), પદુભા જાડેજા (ડાયરેકટર-જામનગર માર્કેટીંગ યાર્ડ), વિપુલ પટેલ, જયપાલસિંહ ઝાલા, હેમરાજ મુંગરા(સામાજીક અગ્રણી), મહેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ, જામનગર તાલુકા ભાજપ), ભૂમિત ડોબરીયા (પ્રમુખ, જામનગર જીલ્લા યુવા ભાજપ), આશિષ પરમાર(મંત્રી-જામનગર જીલ્લા યુવા ભાજપ), પ્રદિપસિંહ જાડેજા, દિવ્યેશભાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, ડી.કે.જાડેજા, બાબાશેઠ, દિગુભા જાડેજા (પ્રમુખ,રાજપૂત સમાજ-ગોંડલ), સહિત અનેકવિધ મહાનુભાવો, જીલ્લાના અલગ-અલગ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ખાસ તમામ મહાનુભાવોએ ગીરીરાજસિંહ જાડેજા (રામભાઇ)ની આ સેવાને બિરદાવી હતી. રકત્તદાન કેમ્પમાં બહેનોએ પણ મોટી સંખ્યામાં રકત્તદાન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કર્યુ હતું તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રામભાઇના વિશાળ મિત્ર વર્તુળ તથા ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ: સાગર સંઘાણી