કોરોનાના કેસ ઘટતા અને નાઇટ કફર્યુમાં મુકિત મળતા જ જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા 22 ટ્રીપો એસ.ટી. બસોની ફરી કાર્યરત કરી હોવાનું વિભાગીય નિયામક એસ.ટી. ડિવિઝન દ્વારા જાહેરા કરાયું છે. જેથી જામનગરથી રાત્રીના સમયે દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ, જામજોધપુર અને જામનગર એસ.ટી. ડેપોના રૂટો ફરી કાર્યરત કરાયા છે. આ અંગે વિભાગીય નિયામકે માહિતી આપતા જણાવ્યું હતું કે, 30 જુનથી 14 એકસપ્રેસ સેડયુલ અને 22 ટ્રીપો એમ કુલ 8995 કિલોમીટરનું સંચાલન જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા શરૂ કરાયું છે.

જામજોધપુર ડેપોની બે, જામનગર ડેપોની 10, દ્વારકા ડેપોની 6, ખંભાળિયા અને ધ્રોલની બે ટ્રીપોનો સમાવેશ

જેથી હવે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસાફરોને રાત્રીના સમયે પણ મુસાફરી માટે એસ.ટી.ની બસો ઉપયોગી બનશે.જામનગર એસ.ટી. ડિવિઝન હસ્તક જામનગર ડેપોની કુલ 27 રૂટો ઉપર બસો ચાલુ કરાઇ છે જેમાં જામનગરથી સુરત 21-15, જામનગરથી અમદાવાદ 20, જામનગરથી મહુવા 3-05, જામનગરથી ઉના 21-45 અને જામનગરથી અમદાવાદ સમય 17-15ના સમયે બસો ઉપડશે. તે જ રીતે સુરતથી જામનગર, અમદાવાદથી જામનગર, મહુવાથી જામનગર અને ઉનાથી જામનગર બસો આવશે.જામજોધપુર ડેપોમાંથી રાત્રીના

8-30 કલાકે જામજોધપુરથી ગાંધીનગર એસ.ટી.ની બસ જશે. તે રીતે ગાંધીનગરથી જામજોધપુર બસ આવશે. દ્વારકા એસ.ટી. ડેપોની 14 રૂટો ઉપર રાત્રીના સમયની રદ કરાયેલી બસો ફરી કાર્યરત કરાઇ છે. જેમાં દ્વારકા-અંબાજી સ્લીપીંગ રાત્રે 19 કલાકે ઉપડશે. દ્વારકાથી ભાવનગર 19-20, દ્વારકાથી મહેસાણા 19-45 બસ ઉપડશે. તે જ રીતે પરત અંબાજીથી દ્વારકા, ભાવનગરથી દ્વારકા અને મહેસાણાથી દ્વારકા બસની અવર જવર થશે. ખંભાળિયા ડેપો ઉપરથી ખંભાળિયાથી અમદાવાદ રાત્રે સાડા આઠ વાગ્યે બસ ઉપડશે અને અમદાવાદથી ખંભાળિયા પરત આવશે. ધ્રોલ ડેપોની જામનગરથી ભાવનગર અને ભાવનગરથી રાજકોટની બસ રૂટ કાર્યરત કરાઇ હોવાનું જામનગર એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામકે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.