જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જામનગર જિલ્લાના 21 નાયબ મામલતદારો અને કર્મચારીઓની બદલીનો આદેશ કરાયો છે.

આ બદલી હુકમ અન્વયે નાયબ મામલતદાર આર.બી.પરમાર જામનગર સર્કલ ઓફિસર તરીકે મૂકયા, સી.વી.ઉપાધ્યાય શિરસ્તેદાર પ્રાંત કચેરી જામનગર તરીકે મૂકયા, જે.એસ.મહેતા પુરવઠા નિરક્ષક પુરવઠા કચેરી જામનગર ખાતે મૂકયા, પી.વી.કણઝારીયા નાયબ મામલતદાર (મહેકમ) જામનગર ગ્રામ્યમાં મૂકાયા, વી.પી.કાનાણી પ્રાંત કચેરી ધ્રોલ મુકાયા, આર.આર.પરિખ મધ્યાન ભોજન કચેરી જામનગર મૂકાયા, એફ.એસ.રાજવીર મધ્યાન ભોજન કાલાવડ ખાતે મૂકાયા, કે.એમ.પરસાણા પુરવઠા કચેરી કાલાવડ ખાતે મૂકયા, ડી.આઇ.દેસાઇ લાલપુરથી જામજોધપુર મામલતદર કચેરી સર્કલ ઓફિસર તરીકે મુકાયા, બી.ટી.સવસાણી લાલપુરથી મામલતદાર કચેરી જામજોધપુર ખાતે મૂકાયા,એચ.એસ.જાડેજા જામજોધપુરથી ચુંટણી શાખા કલેકટર કચેરી જામનગર ખાતે મૂકાયા, એમ.બી.ઠાકર મામલતદાર જોડીયા જિલલા આયોજન કચેરી જામનગર ખાતે મૂકાયા, એમ.એસ.સાંબડ કાલાવડથી મામલતદાર કચેરી ધ્રોલ ખાતે મૂકાયા, આર.જે.પઢારીયા જામજોધપુર ખાતે મૂકાયા, એમ.ડી.દવે જામનગરથી જોડિયા મામલતદાર કચેરીમાં મૂકાયા, એમ.જે.ચાવડા જામજોધપુરથી લાલપુર મામલતદાર કચેરી મૂકાયા, આર.એચ.સુવા ધ્રોલથી જિલ્લા પુરવઠા કચેરી જામનગર ખાતે હેડ કલાર્ક તરીકે મુકાયા સી.ઓ.કગથરા જામનગરથી જોડીયા મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.