- 31 stને ધ્યાને રાખી પોલીસ એલર્ટ રહી કડક કાર્યવાહી કરાઈ
- DYSP નયના ગોરડીયા દ્વારા સીટી C , સીટી B ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
- અલગ-અલગ સ્થળો પર વાહન ચેકીંગ ડ્રાઇવ કરાયું
થર્ટી ફર્સ્ટના આગમન અગાઉ દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. ત્યારે થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખી જામનગર પોલીસ એલર્ટમાં આવી છે, ત્યારે જામનગર સંતોષી મંદિર પાસે મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. DYSP નયના ગોરડીયા દ્વારા સીટી C , સીટી B ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન અલગ-અલગ સ્થળો પર વાહન ચેકીંગ ડ્રાઇવ હાથ ધરાયું હતું. આ દરમિયાન આવારા તત્વો અને પીધેલાઓ સામે પોલીસે લાલ આંખ કરી હતી.
થર્ટી ફર્સ્ટના આગમન અગાઉ દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને નશાનું સેવન કરનારાઓ સામે લાલ આંખ કરી છે. તેમજ જામનગર શહેરમાં સંતોષી મંદિર પાસે મોડી રાત્રે ચુસ્ત પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહીત વિવિધ સ્થળો અને શહેરના પ્રવેશદ્વાર નજીક આવારા તત્વો અને પીધેલાઓ સામે પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
નવા વર્ષના આગમનને હવે દિવસો ગણાઈ રહ્યા છે, જેને લઈને નવા વર્ષની ઉજવણી માટે યુવાધન આવારા બન્યું છે. ત્યારે જામનગરમાં ઠેક ઠેકાણે નવા વર્ષની જાજરમાન ઉજવણી કરાશે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ જામનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને પીધેલાઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
31 ડિસેમ્બર સુધી કરાશે ચેકિંગ
આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જીલ્લામાં 31 ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે. તેમજ જામનગરની જનતા ભય વગર રહીને ઉજવણી કરી શકે. આ સાથે કોઈ અનિચ્છનીય બનાવ અથવા અસામાજીક પ્રવૃત્તિ ન બને તે માટે પોલીસની ટીમ સતર્ક કરવામાં આવી છે. LCB, SOG ઉપરાંત જામનગર શહેરના ત્રણેય ડિવિઝનની પોલીસ ટીમો અને જિલ્લાભરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ ખાસ ચેકીંગ હાથ ધરશે. આ દરમિયાન DYSP નયના ગોરડીયા દ્વારા સીટી C , સીટી B ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
અહેવાલ : સાગર સંઘાણી