• ત્રીજા નોરતે રોમિયોગીરી કરતા 4 તત્વો ના બાઇક ડીટેન અને સંખ્યાબંધ વિરૂદ્ધ રૂ.૭,500 દંડ ફટકાર્યો

Jamnagar :  કાયદો વ્યવસ્થા અને લોકોને સુરક્ષા જળવાય રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને અસામાજી, પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખાસ નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન ખાસ મેગા ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં ટ્રાફીકને લગતા કોઇ બનાવ બનવા ન પામે તે માટે ત્રીજા નોરતે ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવની કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે એનાલાઈઝીંગ, પોકેટકોપ મોબાઈલ અને બોડીવોર્ન કેમેરા સાથે ખાસ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી રહી છે.

જે અનુસંધાને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ દ્વારા શહેરના ઓશવાળ હોસ્પિટલ નજીક જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાય હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 4 થી વધુ બાઇક ડીટેઈન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસે થી રૂ.7500 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

જામનગર પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકો તેમજ રોમિયોગિરી કરતા આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.