- શિયાળામાં આયુર્વેદિક કાવાની બોલબાલા
- વડીલો, યુવાઓ સહીત ડોકટરો કાવાનો ટેસ્ટ માણવા પહોચ્યા
- વિદેશમાં પણ મોકલાય છે આ કાવાના પેકેટ
Jamnagar : શિયાળામાં આયુર્વેદિક કાવાની ખૂબ માંગ વધતી જોવા મળી છે. તેમાં પણ જામનગર અને આયુર્વેદને જુનો નાતો રહ્યો છે ત્યારે જામનગરમા આયુર્વેદિય ઔષધીઓથી ભરપૂર કાવો ખૂબ જ પ્રખ્યાત છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આ સ્વાસ્થ્યવર્ધક કાવો પીવા માટે હવાઈ ચોક વિસ્તારમાં લોકો ઉમટી પડે છે. ચારથી પાંચ પેઢી બનાવવામાં આવતો આ કાવો વિશ્વના અન્ય દેશોમાં પણ જાય છે. જે મહેમાનો આવે છે તેઓ વિદેશ લઈ જાય છે આ ઉપરાંત અન્ય રાજ્યમાં પણ આ કાવાના મસાલાનું પાર્સલ જાય છે. વડીલો, યુવાઓ સહીત ડોકટરો પણ આ આયુર્વેદથી ભરપૂર આ કાવાનો ટેસ્ટ માણવા પહોચ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, જેમ ઉનાળામાં આઈસ્ક્રીમ અને ગોલાની વધુ માંગ જોવા મળતી હોય છે, તે જ રીતે જામનગરમાં શિયાળામાં આયુર્વેદિક કાવાની ખૂબ માંગ વધતી હોય છે. તેમાં પણ જામનગર અને આયુર્વેદને જુનો નાતો રહ્યો છે, ત્યારે જામનગરમા આયુર્વેદિય ઔષધીઓથી ભરપૂર કાવો ખૂબ જ પ્રખ્યાત છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ આ સ્વાસ્થ્યવર્ધક કાવો પીવા માટે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં લોકો ઉમટી પડે છે. તેમજ ચારથી પાંચ પેઢી બનાવવામાં આવતો આ કાવો વિશ્વના અન્ય દેશોમાં પણ જાય છે. જે મહેમાનો આવે છે તેઓ વિદેશ લઈ જાય છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં પણ આ કાવાના મસાલાનું પાર્સલ જાય છે.
કાવો બનાવવા માટે બુંદદાણા,લંવિગ, તુલસી, મરી આદુરસ, સંચર, સુંઠ, લીંબુ સહિત 42 જેટલા આયુર્વેદિક મસાલા મિક્ષ કરીને ઉકાળીને બનાવવામાં આ આવે છે. આ કાવામાં આયુર્વેદના મધુર રસ સિવાય તમામ રસ આવી જાય છે, એટલે કે કાવો કાવા ખાટો, ખારો, તુરો, તીખો એમ પીનારાની ઈચ્છા મુજબના તમામ સ્વાદમાં તૈયાર થાય છે. તેમજ કાવા બનાવનાર કિરીટ ભાનુશાળીએ દાવો કર્યો કે કાવા પીવાથી શર્દી, ઉધરસ, કફ ,ગેસ, વાયુ, આપચો સહિતની અનેક સમસ્યા ભૂતકાળ બની જાય છે. દિવસ દરમિયાન મલાસાનું મિશ્રણ કરીને કાવો બનાવાયા બાદ રાત્રે તાંબાના વાસણમાં કાવો ગરમ કરવામાં આવે છે. કારણકે તાંબુ શરીર માટે ખૂબ બહુ ઉપયોગી હોવાથી તાંબુ ગરમ કરવાથી તે ઓગળી કાવામાં ભળે છે. જે પણ ફાયદાકારક નીવડે છે. કડકડથી ઠંડીમાં સ્ફૂર્તિનો અહેસાસ કરાવે છે. એટલે કાવાને મેજિક પીણું તરીકે ઓળખે છે.
જામનગરમાંથી વિદેશમાં સ્થાયી થયેલા અને જામનગરમાં આવતા મહેમાનોના વિદેશી સંબંધીઓ માટે પણ જામનગરથી તેઓ કાવાના મસાલાના પેકિંગ લઈ જાય છે. જેથી અમારા આ કાવાનો ટેસ્ટ માત્ર જામનગર કે રાજકોટ, અમદાવાદ દેશના સીમાડા વટાવી લંડન, નાયરોબીયા, કેનેડા સહિતના સ્થળે પણ પહોંચ્યો છે. તેમજ વડીલો તો ઠીક પરંતુ જામનગરના યુવાઓ પણ ખાસ આ ખાવાનો ટેસ્ટ માણે છે. આયુર્વેદથી ભરપૂર આ કાવાનો ટેસ્ટ માણવાથી ડોક્ટરો પણ બાકાત નથી. કિંજલ લશ્કરી એ જણાવ્યું કે યુવાઓને પણ આ ટેસ્ટ ખૂબ પસંદ આવે છે. જેને લીધે અહી રાત્રે ભીડ જામે છે.
અહેવાલ : સાગર સંઘાણી