-
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને અટકાવવા માટે નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં યોજાઇ
-
નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં 10 વાહનો ડીટેઇન કરાયા અને કેટલા વાહનોને દંડ ફટકારાયો
જામનગર ન્યુઝ: જામનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે માટે એસપી પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફીક શાખાના PI એમ.બી.ગજ્જરની સુચના થી PSI બી.જે.તિરકર દ્વારા ‘નાઇટ ટ્રાફિક ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. જેમાં ગતરાત્રીના જામનગર શહેરના જુદા-જુદા વિસ્તારો સહિત S.P. બંગલો, જુલેલાલ ચોક નજીક ટ્રાફીક ડ્રાઇવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જેમાં 20 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ 10 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતાં. ત્યારે જામનગર ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.