જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા 3 દિવસથી સર્ચ ઓપરેશન કાર્યરત
નેશનલ ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદી અને ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ત્રીજા દિવસથી સતત ચાલુ છે.જમ્મુ-કાશ્મીરમાં સેનાએ અખનૂરના આઈબી સેક્ટરમાં આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે અને એક આતંકીને પણ ઠાર કર્યો છે. રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. રાજૌરી-પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે.
રાજૌરી-પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલા આતંકી હુમલા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે. રાજૌરી-પૂંચમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. માહિતી આપતાં સેનાના એક અધિકારીએ જણાવ્યું કે સમગ્ર વિસ્તારની હવાઈ દેખરેખ કરવામાં આવી રહી છે. તેની ચારેબાજુ નાકાબંધી કરી દેવામાં આવી છે. સર્ચ ઓપરેશનમાં ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે.એક આતંકવાદી માર્યો ગયો છે.
21 ડિસેમ્બરે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. ત્યાર પછી 22 ડિસેમ્બરે ત્રણ લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટરની સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે જ સેનાએ ગ્રાઉન્ડ સર્ચ ઓપરેશનને કડક કરી દીધું છે. ભારતીય સૈન્યએ હુમલાની કેટલીક કડીઓ મેળવવા માટે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક ડઝન સ્થાનિક લોકોની અટકાયત કરી છે.સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, એસઓજી અને સીઆરપીએફની મદદથી આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજૌરી-પુંછમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 24 સુરક્ષા જવાનો શહીદ થયા છે. ભારતીય સુરક્ષા દળની કાર્યવાહીમાં 28 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.