જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદી ગતિવિધિઓને લઈને એલર્ટ પર છે. આ દરમિયાન કઠુઆ પોલીસે 4 આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા યોગ્ય માહિતી માટે 5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ કઠુઆ પોલીસે 4 આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓ છેલ્લે મલ્હાર, બાની અને સિયોજ ધારના ઢોળામાં જોવા મળ્યા હતા. આ આતંકવાદીઓ વિશે વિશ્વસનીય માહિતી આપનારને યોગ્ય ઈનામ પણ આપવામાં આવશે. આ આતંકીઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો હતો.Untitled 3 7

નોંધનીય છે કે ગત રાત્રે બિલવાર સબ ડિવિઝનના સડોતા ગામમાં બે શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા હતા. આ પછી, વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.