- – વહેલી સવારે થયો આત્મઘાતી હૂમલો , હમહમા એરપોર્ટમાં ઘુસ્યા આતંકવાદી
- – BSF કેમ્પમાં ગ્રેનેડથી હુમલો કર્યો અને પછી દે ધનાધન ફાયરિંગ શરૂ કર્યુ
J&Kમાં ફિયાદિન હુમલો થયો છે જેમાં બે આતંકવાદી ઠાર મરાયા છે અને ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. J&Kમાં 182 બટાલિયન બીએસએફ કેમ્પ પર વહેલી સવારે 4.30 કલાકે આત્મઘાતી હુમલો થયો છે. 2-3 આતંકીઓ કેમ્પની એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની અંદર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બે આતંકી ઠાર થયા છે, જ્યારે 3 જવાન ઘાયલ થયા છે.
આતંકીઓ જે બિલ્ડિંગમાં છે તેને સેનાએ ઘેરી લીધી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવતા ફાયરિંગનો સેના જવાબ આપી રહી છે. આ કેમ્પ શ્રીનગર એરપોર્ટની એકદમ નજીક છે. આત્મઘાતી હુમલાખોરોએ હમહમા નજીક બીએસએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યા બાદ ગોળીબાર શરૂ કરી દીધો.
હાલ પણ ગોળીબાર અને ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. હુમલામાં બીએસએફના 3 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આતંકીઓ કેમ્પ નજીકના એક રહેણાંક વિસ્તારમાં પગપાળા ચાલીને આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે સૌથી પહેલા એક રિટાયર્ડ આઈજીના ઘર પર હુમલો કર્યો, જે બાદ તેમના ઘરમાં છૂપાઈ ગયા. હુમલા પાછળ આતંકી જૂથ જેશ-એ-મોહમ્મદના અફઝલ ગુરુ સ્કવોડનો હાથ હોવાની શક્યતા છે.