Jammu & Kashmir : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં આજ સાવરથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.
અહેવાલ અનુસાર જમ્મુ કાશ્મીરની 90 બેઠકો માટેની મત ગણતરી આ મુજબ છે:
NC+ – 49 બેઠક પર આગળ
પીડીપી – 03 બેઠક પર આગળ
ભાજપ – 29 બેઠક પર આગળ
અન્ય – 09 બેઠક પર આગળ
સવારથી ગણતરી બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી માટે પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં ખાતું ખોલ્યું છે. ડોડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકે બીજેપીના ગજય સિંહ રાણાને લગભગ 4500 વોટથી હરાવ્યા છે.
આ સાથે જમ્મુ કાશ્મીરની અન્ય કેટલીક બેઠકો પરના પરિણામો જાહેર થયા છે.
- બશોલી- ભાજપ- દર્શન કુમાર
- સાંબા- ભાજપ- સુરજીત સિંહ
- ગુરેઝ- નેશનલ કોન્ફરન્સ- અહમદ ખાન
- હઝરતબલ- નેશનલ કોન્ફરન્સ- સલમાન સાગર
- ઉધમપુર પૂર્વ- ભાજપ- રણબીર સિંહ પથિરાના
- ડોડા – આપ- મેહરાજ મલિકે
મતગણતરી બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં જમ્મુ કાશ્મીર બેઠક પર 49 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. 25 બેઠકથી કોંગ્રેસની જીત થઈ છે.