લીંબડી શહેર સમસ્ત દ્રારા જમ્મુ-કશ્મીર નાં પુલવામાં વીર શહિદોને શ્રધ્ધાંજલી આપવા માટે લીંબડી શહેરનાં સમસ્ત લોકો આઝાદ ચોક ખાતે એકઠા થઇ રાત્રે ૮-૦૦ કલાકે કેન્ડલ પ્રગટાવીને તથા મૌન પાળીને ઓમ શાંતિ નાં નાદ સાથે શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલીમાં સ્વામીનારાયણ મંદિરનાં સંતગણ તથા રામકૃષ્ણ મિશનનાં સંતગણ તથા સમસ્ત વોરા સમાજ અને મુસ્લીમ સમાજનાં લોકો તેમજ પ્રકાશભાઇ સોની, ભગીરથસિંહ રાણા, બકુલભાઇ ખાખી, ગેડીવાળા પ્રવિણભાઇ, ધીરૂભાઇ ખાંદલા, ઝાફરભાઇ ગોઠીયા, યુનીસભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ વલેરા, રઘુભાઇ ભરવાડ, કેતનભાઇ વ્યાસ સર્વે લોકોએ હાજરી આપી આઝાદી અમર રહો તથા વંદે માતરમ્ ના નારાં સાથે વીર શહિદોને ભાવભીની શ્રધ્ધાંજલી આપી હતી.
Trending
- આ ગ્રાઉન્ડમાં અમે પણ ક્રિકેટ રમીને મોટા થયા છીએ: પૂર્વ ક્રિકેટર અજય જાડેજા
- સમુહ શાદીના કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક વીડિયો ક્લિપ અંગે રાજ્યસભાના સાંસદ કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ
- 66 વર્ષથી ધરતી પર હાજર વાયરસ, 2001માં વૈજ્ઞાનિકોએ જેને હળવાશથી લીધો, 23 વર્ષ પછી દુનિયા જોઈ રહી છે તબાહી!
- હળવદના દાડમની મીઠાશ વિશ્ર્વમાં પ્રસરી: રૂ.100 કરોડનું ટર્ન ઓવર
- ગુજરાતમાં ત્રણ વર્ષમાં પાંચ વર્લ્ડ કલાસ ગેઇમ્સનું આયોજન કરાશે: સી.એમ.
- ભારતમાં HMPV વાયરસની એન્ટ્રી! જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો ચેતી જજો
- સોશિયલ ડિસ્ટન્સે લગ્નેતર સંબંધોના વાયરસને વાયરલ કર્યો
- Apple તેના ન્યુ upcoming iPhone SE 4ને આપી શકે છે નવું નામ…