જમ્મૂના કિશ્તવાડા જિલ્લામાં ગુરુવારે આતંકીઓએ ભાજપા પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઈ અજીતની ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટનાના વિરોધમાં સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. લોકોએ હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેનાને બોલાવામાં આવી છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પરિહારની હત્યાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.
#JammuAndKashmir : Curfew imposed in Kishtwar keeping in view the prevailing situation in Kishtwar due to assassination of BJP J&K secretary Anil Parihar and his brother.
— ANI (@ANI) November 1, 2018
પોલીસના જણાવ્યા પ્રમાણે અનિલ પરિહાર ગુરુવારે સાંજે ભાઈની સાથે દુકાનથી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન રાહ જોઈને બેઠેલા અમુક આતંકીઓએ તેમના પર પિસ્તોલથી ગોળી ચલાવી દીધી. બંનેને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. એક ઓફિસરે જણાવ્યું કે, આતંકીઓએ ખૂબ નજીકથી તેમના પર નિશાન તાક્યું હતું.