અહીંના કિશ્તવાડમાં એક યાત્રીઓથી ભરેલી બસ ચિનાબ નદીમાં પડી જતાં ભયંકર અકસ્માત સર્જાયો. પોલીસે 11 યાત્રીઓના શબ રિકવર કર્યા છે. આ અકસ્માતમાં માત્ર 5 વર્ષનું એક બાળક જ બચ્યું, જેના હાલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદ જણાવે છે કે, કિશ્તવાડમાં બીજો મોટો અકસ્માત થયો છે. યાત્રીઓને મચૈલ માતા લઇ જતી બસ કિશ્તવાડથી 28 કિલોમીટર દૂર ચિનાબ નદીમાં ખાબકી હતી. ફક્ત 5 વર્ષનું એક બાળક બચી ગયું.
Kishtwar: 11 dead bodies recovered, 5-year-old injured child shifted to hospital, after a vehicle carrying ‘Machel Mata’ devotees rolled down in river Chenab 28 kilometres from Kishtwar towards Padder. #JammuAndKashmir pic.twitter.com/Ij5aC0TTE0
— ANI (@ANI) August 21, 2018